Home> India
Advertisement
Prev
Next

MPમાં ઓપરેશન લોટસ? કોંગ્રેસના નેતા પુનિયાનું મહત્વનું નિવેદન, આ નેતાઓ છે ભાજપના સંપર્કમાં

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ ચૂંટણી પ્રભારી પન્નાલાલ પુનિયા (PL Punia)એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના એક-એક ધારાસભ્યોની સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. 

MPમાં ઓપરેશન લોટસ? કોંગ્રેસના નેતા પુનિયાનું મહત્વનું નિવેદન, આ નેતાઓ છે ભાજપના સંપર્કમાં

ભોપાલ: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ ચૂંટણી પ્રભારી પન્નાલાલ પુનિયા (PL Punia)એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના એક-એક ધારાસભ્યોની સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. 

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર સંકટ? દિગ્વિજય સિંહે લગાવ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ

અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક માત્ર વિધાયક રાજેશ શુક્લા છે. જ્યારે બસપાના બે ધારાસભ્યોમાંથી એક રામબાઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ છે. જ્યારે બીજા ધારાસભ્ય સંજીવ કુશવાહા છે. પીએલ પુનિયાએ જે કોંગ્રેસ વિધાયકના ભાજપના સંપર્કમાં હોવાની વાત કરી છે તે અંગે હજુ કોઈ જાણકારી નથી. 

બાપરે...ભારત ફરવા આવેલા ઈટાલીના 15 નાગરિકો કોરોના વાઈરસ પોઝિટિવ, Isolation Camp મોકલાયા

આ અગાઉ મધ્ય પ્રદેશના આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્માએ કહ્યું કે કમલનાથ સરકાર પોતાના આંતરિક કલેહ અને આંતરવિરોધોથી ગ્રસ્ત છે. ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે હોર્સ ટ્રેડિંગ સંબંધિત કોઈ પણ પ્રયત્ન કર્યો નથી.કોંગ્રેસ પોતાના લોકોની ચિંતા કરે. મારું સ્પષ્ટ કહેવું છે કે ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે બુધવારે એ ખુલાસો કર્યો કે કોંગ્રેસ, બસપા, અને સપાના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે મંગળવારે મોડી રાતે ભાજપે આ વિધાયકોને ગુરુગ્રામની આઈટીસી મરાઠા હોટલમાં રોક્યા હતાં. 

દિગ્વિજય સિંહે આ ધારાસભ્યોની સંખ્યા 11 ગણાવી અને કહ્યું કે તેમાંથી 7 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે. ત્યારબાદ કમલનાથ સરકારમાં મંત્રી જીતુ પટવારી અને જયવર્ધન સિંહ મંગળવારે મોડી રાતે આઈટીસી મરાઠા હોટલ પહોંચ્યા હતાં. જ્યાં તેઓ બસપાના પાર્ટીમાંથી સસ્પેન્ડેડ ધારાસભ્ય રમાબાઈને મળ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More